મને ડર લાગે છે...
કુદરત પોતાની સુંદરતા છોડતી નથી,
માણસ પોતાનો સ્વાર્થ છોડતો નથી;
જોઉં છું જ્યારે સચ્ચાઈ આ બેરહેમ દુનિયાની,
ત્યારે મને ડર લાગે છે.
કહે છે અંધારામાં પણ અંજવાળાની કિરણ હોય છે,
પણ તે જ અંધારું જ્યારે માણસને ભરખે છે,
ત્યારે મને ડર લાગે છે.
રંગીન કાગળ કેરી આ દુનિયામાં,
જોઈ છે સંબંધોની અનેરી ગૂંચવણ;
પરંતુ તે જ સંબંધ જ્યારે પોતાની હદ વટાવે છે,
ત્યારે મને ડર લાગે છે.
લોકશાહીની આ માયાજાળમાં,
રાજનીતિને આરે મૂકીને;
લોકોની ભાવના સાથે જ્યારે રમવામાં આવે છે,
ત્યારે આ દુનિયાનો મને ડર લાગે છે.
No comments:
Post a Comment