Sunday, December 15, 2019

Indian Poetics : Prof. Vinod Joshi's Expert Lecture

Hello readers !


                   
                               This is our thinking activity task given by Dr. Dilip Barad sir on Indian Poetics : Prof. Vinod Joshi's Expert Lecture. On 3-12-2019 to 9-12-2019  we had attended  very wonderful expert lecture . In this entire one week  we learned so many new things . 

                         ગુજરાતી સાહિત્યમાં રણકતુ નામ એટલે કવિ વિનોદ જોશી .  તેમણે ઘણા જાણીતા પુસ્તકો લખીને ગુજરાતી સાહિત્ય  અનેરી ભેટ અર્પણ કરી છે જેમકે નિવેશ, શિખંડી,  સૈરન્ધ્રી,  કાવ્યતટ વગેરે . 
                સૌપ્રથમ કવિ વિનોદ જોશીએ Indian criticism and Western criticism વચ્ચેનો ભેદ સ્પષ્ટ  કરતા કહ્યુંં કે Indian criticism પ્રક્રિયા ઉપર ભાર મૂકે છે જ્યારે western criticism પરિણાાામ ઉપર ભાર મૂકે છે. ભારતીય મીમાંસા  તેની પ્રક્રિયા વર્ણવવાની ખૂબીને  કારણે ખૂબ જ પ્રસિદ્ધ છે . ભારતીય મીમાંસાને વધુ સ્પષ્ટ રીતે સમજાવતા તેમનેે કહ્યું કે ધ્વનિ કુદરતી છે જ્યારે ભાષા કૃત્રિમ છે . આપણે અર્થ પહોંચાડીએ છીએ ભાષા નહીંં. આપણે અર્થની પાછળ રહેલો ભાવ પહોંચાડીએ છીએ . ત્યારબાદ તેમણે છ સંપ્રદાય ની વાત વિસ્તારથી કરી જે નીચે પ્રમાણે છે ,
  • ભરત  - રસ સંપ્રદાય
  • આનંદવર્ધન -ધ્વની સંપ્રદાય
  • કુંતક -વક્રોક્તિ સંપ્રદાય
  • વામન -રીતિ સંપ્રદાય
  • માણસ - અલંકાર સંપ્રદાય
  • ક્ષેમેન્દ્ર - ઔચિત્ય સંપ્રદાય


રસ સંપ્રદાય :-

                       ભરતમુનિએ નાટ્યશાસ્ત્ર ના છઠ્ઠા અધ્યાયમાં રસ નો ઉલ્લેખ કર્યો છે અને તેને નાટ્ય શાસ્ત્ર  ની વાત કરી છે .

"विभावानुभावव्यभिचारी संयोगात रसनिष्पत्ति: "||


( વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ (સંચારી ભાવ)  સંયોગ )

• વિભાવ :- જેના આધારે રસ નિષ્પન્ન થાય એ વિભાવ . ( દા.ત. દુષ્યંત અને શકુંતલા, અભિજ્ઞાનશાકુંતલમ ) વિભાવ ના મુખ્ય બે પ્રકાર છે જે નીચે મુજબ છે ,
• આલંબન વિભાવ
                       • ઉદ્દીપન વિભાવ

• અનુભવ :-  પ્રતિક્રિયા

 સંચારી ભાવ :- વહેતા ભાવ ( આવે નેે જાય  તેવા ભાવ )

સંયોગ :- સહયોગ પરથી સંયોજન શબ્દ આવ્યો છે. વિભાવ,  અનુભાવ, વ્યભિચારી ભાવ નો સંયોગ જ્યારે  થાય  ત્યારે રસનિષ્પત્તિ થાય છે .

# સ્થાયી ભાવ :-
               સ્થાયીભાવ માંથી  જ રસ નિષ્પન્ન થાય છે.
રતિ > શૃંગાર
શોક > કરૂણ 
ઉત્સાહ > વીર
ક્રોધ > રૌદ્ર
હાસ > હાસ્ય
ભય > ભયાનક
જુગુપ્સા > બીભત્સ
વિસ્મય > અદભુત
શમ / નિર્વેદ > શાંત

 शृङ्गार करूण वीरः
रौद्र हास्य भयानका ।
बिभत्सादभुतशांतश्व 
नव नाट्ये रसाः स्मृताः ।।
( भरतः नाट्यशास्त्रे )
  
               આ ઉપરાંત અલંકારશાસ્ત્રની સમજૂતી આપતા તેમણે ચાર આલંકારિકો
॰ ભટ્ટ લોલ્લટ
॰ શ્રી શંકુક
॰ ભટ્ટ નાયક
॰ અભિનવગુપ્ત

અને તેઓએ આપેલા અલંકાર વિશેના મતોની ચર્ચા કરી હતી.

1. ભટ્ટ લોલ્લટ :-

               તેમણે આપેલી આ થિયરીને " ઉત્પતિવાદ " તરીકે ઓળખાય છે. એમના મત મુજબ રસ હોતો જ નથી. રસને ઉત્પન્ન કરવો પડે છે. નટ - નટી જાતે પોતાનામાં રસ નિષ્પન્ન કરે છે અનેે રસનો અનુભવ લે છે.

2. શ્રી શંકુક  :-  

           શ્રી શંકુક ભટ્ટ લોલ્લટના મત સાથે સહમત થતા નથી. શ્રી શંકુક કહે છે કે રસ હોતો જ નથી એ બરાબર પણ એને ઉત્પન્ન કરવો એનું અનુમાન કરવું પડે છે. આ અનુમાન જે થાય છે એની આપણે પ્રતિતિ થતી હોય છે. આ પ્રતિતિ ચાર પ્રકારે અનુમાન કરાવે છે :

         • યથાર્થ પ્રતિતિ / સમયર્થ પ્રતિતિ
         • મિથ્યા પ્રતિતિ
         • સંશય પ્રતિતિ
         • સાદ્રશ્ય પ્રતિતિ

શ્રી શંકુકના મતને અનુમીતિવાદ તરીકે ઓળખાય છે.

3. ભટ્ટ નાયક  :-

                  ભટ્ટ નાયકના મતને સાધારણીકરણ અથવા ભુગતીવાદ તરીકે ઓળખાય છે. ભટ્ટ નાયક કહે છે કે આ મામલો માત્ર નટ કેે માત્ર પ્રેક્ષકનો નથી પણ બંનેનો છે અને બંનેે ભાવ અનેે અનુભવમાં સમાન કક્ષાએ પહોંચેે ત્યારેે રસની અનુભૂતિ થાય છે.

4. અભિનવગુપ્ત :-

                    અભિનવગુપ્તના મત મુજબ નાટક રસાનુભવ કરાવે છે. પ્રકાશમય જ્ઞાનની અનુભૂૂૂતિ કરાવે છે.
આમ, બીજા દિવસે ઉપર મુજબના નવ રસો અને ચાર અલંકારશાસ્ત્રીઓ અને તેમના મતોની ચર્ચા થઈ હતી.

● third day of the workshop ( 05/12/2019 ) :

આ દિવસે શ્રી વિનોદ જોશીએ આનંદવધૅનના ધ્વનિશાસ્ત્રની ચર્ચા કરી હતી. આ પહેલા તેમણે કલા વિશે ખુબ જ ઉપયોગી માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભર્તૃહરિના મત મુજબ,

" સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ શિંગડા અને પૂંછડા વિનાનો પશું છે. "

આ ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું હતું કે કોઈપણ ભાષા કયારેય નષ્ટ થતી નથી, પરંતુ તે વિકસે છે.

પછી તેમણે મુખ્ય ત્રણ શબ્દશકિતઓની ચર્ચા કરી હતી. આ ત્રણ શબ્દશકિતઓ આ પ્રમાણે છે :
                     ● અભિધા
                     ● લક્ષણા
                     ● વ્યંજના

~ અભિધા એટલે કોઈપણ વાક્યનો સીધો અર્થ.

~ લક્ષણા એટલે કે કોઈપણ વાક્યનો સીધો અર્થ નહિ પરંતુ નજીકનો અર્થ.

~ વ્યંજના એટલે કે જે કહેવાયું છે તેનાથી તદ્દન ભિન્ન અર્થ.

          " એક બિલાડી જાડી, તેણે પેરી સાડી,
           સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ,
           તળાવમાં એક મગર, બિલાડીને આવ્યા ચક્કર,
          સાડીનો છેડો છુટી ગયો, મગરના મો માં આવી ગયો,
           મગર બિલાડીને ખાઈ ગયો. "

● અભિધા  :-
                 એક બિલાડી જાડી, તેણે પેરી સાડી. આ સીધું વાકય છેે. આનો બીજો કોઈ અર્થ થતો નથી. એટલે આ અભિધા શબ્દશકિત થઈ.

● લક્ષણા  :-
                સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ. તળાવમાં એક મગર, બિલાડી ને આવ્યા ચક્કર. આ વાક્યોમાં આપણે એક કરતાં વધારે અર્થની કલ્પના કરી શકીએ. એટલે આ લક્ષણા શબ્દશકિતનું ઉદાહરણ છે.

● વ્યંજના  :-
              સાડીનો છેડો છુટી ગયો, મગરના મો માંં આવી ગયો. મગર બિલાડીને ખાઈ ગયો. આ વાક્ય એકદમ આડકતરી રીતે મુકાયેલુું છેે. આ વાક્યને આપણે આધુુુુનિક સમયમાં થઈ  રહેલા બળાત્કાર અને ગેંગરેેપના કેેેસો સાથે સરખાવી શકાય.

~ વ્યંજનામાં ચમત્કૃતિ હોય છે.
~ વ્યંજના સૌથી ચડિયાતી છે પણ એ અભિધા ઉપર આધારિત છે.
~ એવી જ રીતે લક્ષણા પણ ચડિયાતી છે પણ એ અભિધા ઉપર આધારિત છે.

આમ, આ દિવસના લેકચરમાં મુખ્ય ત્રણ શબ્દશકિતઓની ઉદાહરણ સાથે ખુબ જ સરળ રીતે ચર્ચા થઈ હતી.

● Fourth day of the Workshop ( 06/12/2019) :-

આ દિવસના લેકચરમાં શ્રીવિનોદ જોશી સરે ધ્વનિના ત્રણ પ્રકારોની ઘણી બધી કાવ્યપંક્તિઓના ઉદાહરણ દ્વારા સમજૂતી આપી હતી. તેમણે ધ્વનિના મુખ્ય ત્રણ પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી. આ ત્રણ પ્રકારો આ મુજબ છે :

● વસ્તુ ધ્વનિ
● અલંકાર ધ્વનિ
● રસ ધ્વનિ

~ જેમાં વિચાર મુખ્ય હોય એ વસ્તુ ધ્વનિ.
જેમાં અલંકારનો ઉપયોગ થયો હોય એ અલંકાર ધ્વનિ. ઉદાહરણ તરીકે,

              " ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા,
               મેં એને મોગરાની કળીએ હલાવ્યા. "

~ જેમાં ભાવ કેન્દ્રમાં હોય એ રસ ધ્વનિ. ઉદાહરણ તરીકે,

            " હરિ પર અમથું અમથું હેત,
           હું અંગુઠા જેવી અને મારી વ્હાલપ બબ્બે વેંત."

વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ લૌકિક ધ્વનિઓ એટલે કે તેમનું વર્ણન થઈ શકે એવી ધ્વનિઓ છે.

જયારે રસ ધ્વનિ અલૌકિક ધ્વનિ છે.

આ સાથે સાથે વિનોદ જોશી સરે બીજી ઘણી બધી કાવ્યપંક્તિઓના ઉદાહરણ આપ્યા હતા. જેવાં કે,

       " મેં નદીને જીવવાની રીત પુછી'તી
     એ કશું બોલી નહિં, એ વહેતી રહી ખળખળ. "

        " એક છોકરી ના હોય ત્યારે કેટલા અરીસાઓ,
          સામટા ગરીબ બની જાય છે. "

     " પ્રતિબિંબને નમણો ચહેરો ગમી ગયો,
      ઘૂંઘટ જરી ખસ્યો તો અરીસો નમી ગયો. "

       " વાયરો આવે ને ફૂલ ઝૂલતા રે,
        જેમ કાનમાં ઝૂલે એરીંગ.
        પાથરણા કેમ કરું પંડના,
        હું તો થઈ ગઈ સરગવાની શીંગ. "

ધ્વનિની આટલી વિગતવાર સમજૂતી બાદ વિનોદ જોશી સરે કુંતકના વક્રોક્તિ સંપ્રદાયની પાયાની માહિતી આપી હતી. તેેેમણે વક્રોક્તિની Definition આ પ્રમાણે સમજાવી હતી,

   " वैदग्ध्यभंगीभणिति  इति वक्रोक्ति ।"

~  વિશિષ્ટ રીતે કહેવાયેલું એ વક્રોક્તિ.
~ શબ્દ અને અર્થને આધારે જ વક્રોક્તિ નિર્માણ પામે છે અને કાવ્ય સૌંદર્યનો અનુભવ થાય છે.

● Fifth day of the Workshop ( 07/12/2019 ):-

આ દિવસની શરૂઆત વિનોદ જોશી સરે ખુબ જ સરસ કાવ્યપંક્તિથી કરી હતી,

 " તળાવને વાગેલા પથ્થર તળાવને પથ્થર થઈને પંપાળે. "

" વરસાદડો તો પેલ્લુકથી છે જ સાવ વાયડો,
ટીંપે ટીંપે ઈ મને દબડાવે જાણે કે,
હું એનું બૈયરુ ને ઈ મારો ભાયડો. "

ત્યારબાદ તેમણે રાજશેખર નામના સર્જકે આપેેલી બે પ્રતિભાની વાત કરી હતી. આ બેે પ્રતિભા આ પ્રમાણે છે  :

• કારયિત્રી પ્રતિભા :-
                     જેમાં સર્જકની સર્જન કરવાની શક્તિ મુખ્ય હોય છે.

• ભાવયિત્રી પ્રતિભા :-
                        જેમાં ભાવ કેન્દ્રમાંહોય છે.

ત્યારબાદ  તેમણે કુંતકે આપેલા વક્રોક્તિના છ પ્રકારોની વિગતે ચર્ચાા કરી હતી. આ છ પ્રકારો આ મુજબ છે :

1. વર્ણવિન્યાસ વક્રતા
2. પ્રબંધ વક્રતા
3. પદપૂર્વાર્ધ વક્રતા
4. વાક્ય વક્રતા
5. પ્રકરણ વક્રતા
6. પદપરાધૅ વક્રતા

આ છ વક્રતાની વિગતે ઉદાહરણ સહિત ચર્ચા કર્યા બાદ તેમણે ગુણના ત્રણ પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી. આ ત્રણ પ્રકારો આ મુજબ છે  :

● પ્રાસાદિકતા
● ઓજસ
● માધુર્ય

આમ, આ દિવસની ચર્ચા આ ત્રણ ગુણોની ઉદાહરણ સહિત વિગતવાર સમજૂતી સાથે પુરી થઈ હતી.

● Sixth day of the workshop ( 08/12/2019) :-

આ દિવસે શ્રી વિનોદ જોશી સરે ભામહના અલંકારશાસ્ત્રની ચર્ચા કરી હતી.

Ornaments are not natural but applied.

ભામહ એ અલંકારવાદી વિવેચક ગણાય છે.
~ બોલવું એની સાથે વ્યકતિમતતા જોડાયેલી છે.

" तददोषो  शब्दार्थौ सगुणं  अलंकृत पुनःवाद: ।"

~  અલંકાર યથાસ્થાને વપરાયેલો હોવો જોઈએ.
~ અલંકાર ઓતપ્રોત હોવો જોઈએ, અડોઅડ નહીં.

આમ, વિનોદ જોશી સરે ભાલણ અને પ્રેમાનંદના નળાખયાનના ઉદાહરણ દ્વારા  અલંકારશાસ્ત્રની સમજૂતી આપી હતી.

● Seventh day of the workshop (09/12/2019) :-

આ દિવસે શ્રી વિનોદ જોશી એ વામનની રીતિ સંપ્રદાય અને ક્ષેમેંદ્રના ઔચિત્ય સંપ્રદાયી સમજૂતી આપી હતી.

રીતિ એટલે કે "  The way or style of presentation. "
~ સાહિત્યકાની પોતાની રીતિ હોવી જોઈએ.
~ વામન રીતિને પ્રાધાન્ય આપે છે.

According to him,

" रीतिरात्मा काव्यस्य ।"

Literature is not for mass, it is for class.

આ ઉપરાંત તેમણે શૈલીના ચાર પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી. આ ચાર પ્રકાર આ પ્રમાણે છે  :-

1. વૈદરભી, 2. પાંચાલી, 3. ગૌડી, 4. લાટી.

~ ઔચિત્ય એટલે કે સમુચિત શબ્દ સમુચિત સ્થાને. ઉદાહરણ તરીકે,

 " મેષ ન આંજુ રામ, લેશે જગા નહિં,
હાય સખી રે, નયન ભરાયો શ્યામ."

ક્ષેમેંદ્ર કહે છે કે , શબ્દના સંયોજનથી જ રસની/ આનંદની પ્રતિતિ થાય છે.



No comments:

Post a Comment